સિયોલ: પીએમ મોદી દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે આજે પીએમ મોદીએ અહીં શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદીને અહીં સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં. આ પુરસ્કાર મેળવનારા તેઓ પહેલા ભારતીય છે. પેનલે પીએમ મોદીને વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તર પર શાંતિ અને સદ્ભાવના સ્થાપિત કરવા માટેના તેમના પ્રયત્નો બદલ આ પુરસ્કાર આપ્યો છે. પીએમ મોદી આ પુરસ્કાર મેળવનારા દુનિયાના 14માં વ્યક્તિ છે. વિશ્વ શાંતિ માટે આ  પુરસ્કાર અપાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરસ્કાર મેળવ્યાં બાદ પીએમ મોદીએ કહ્યું કે આ મારા એકલાનું સન્માન નથી. પરંતુ સમગ્ર ભારતનું સન્માન છે.  તેમણે કહ્યું કે આ સન્માન હેઠળ મળેલી રકમ હું નમામિ ગંગે પ્રોજેક્ટને સમર્પિત કરું છું. આ અગાઉ આજે સવારે પીએમ મોદીએ દુનિયાના તમામ દેશોને આતંકવાદ વિરુદ્ધ એકજૂથ થવા માટે આહ્વાન કર્યું હતું. 


તેમણે કહ્યું હતું કે આજે ભારતના ગૃહ મંત્રાલય અને કોરિયાની રાષ્ટ્રીય પોલીસ એજન્સી વચ્ચે સંપન્ન થયેલી સમજૂતિ આતંકવાદ વિરુદ્ધની લડાઈના અમારા સહયોગને વધુ આગળ ધપાવશે. હવે સમય આવી ગયો છે કે વૈશ્વિક સમુદાય પણ વાતોથી આગળ વધીને આ સમસ્યાના વિરોધમાં એકજૂથ થઈને કાર્યવાહી કરે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


 જુઓ ZEE 24 કલાક-  LIVE TV